KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકા-કેનેડા પ્રવાસથી પરત ફર્યા CM ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતમાં હાઇ-ટેક રોકાણના એંધાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા અને કેનેડા પ્રવાસ દરમિયાન Vibrant Gujarat Global Summit 2027 માટે રોડ શો અને વૈશ્વિક કંપનીઓ સાથે બેઠકો કરી. સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ અને GIFT Cityમાં રોકાણ અંગે ચર્ચા થઈ.

desk@kuberanowPublished On : 27 Aug 2026
CM
CM ભૂપેન્દ્ર પટેલનો વિદેશ પ્રવાસ પૂર્ણ, સેમિકન્ડક્ટર-AI ક્ષેત્રે રોકાણ રસનો દાવોAI GENERATED IMAGE

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને ગુરુવારે રાજ્યમાં પરત ફર્યા છે. પ્રવાસ દરમિયાન તેમણે Vવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને ધ્યાનમાં રાખીને રોકાણકારો અને વૈશ્વિક કંપનીઓ સાથે બેઠકો કરી હતી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ સેમિકન્ડક્ટર, Artificial Intelligence, data centres, manufacturing અને GIFT City જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણની શક્યતાઓ અંગે ચર્ચા થઈ છે.


વૈશ્વિક કંપનીઓ સાથે બેઠકો

અમેરિકા પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે San Francisco, Washington DC અને New Yorkની મુલાકાત લીધી હતી. આ દરમિયાન Micron, Google, Applied Materials, Zscaler, Walmart અને Perplexity સહિતની કંપનીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર, AI, મેન્યુફેક્ચરિંગ અને innovation ક્ષેત્રે રોકાણ તથા સહયોગની શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.


GIFT City માટે પણ રોકાણ ચર્ચા

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ GIFT City અને financial services સાથે જોડાયેલી મોટી કંપનીઓ સાથે પણ બેઠકો થઈ હતી. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન મળેલી ઘણી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ અંગે રસ દર્શાવ્યો છે. જોકે કોઈ ચોક્કસ નવા રોકાણની રકમ અથવા અંતિમ કરાર અંગે માહિતી જાહેર કરવામાં આવી નથી.


કેનેડામાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ સાથે સંવાદ

કેનેડામાં મુખ્યમંત્રીએ Gujarati diaspora, entrepreneurs અને startup representatives સાથે મુલાકાત કરી હતી. The Indus Entrepreneurs (TiE) અને Business Council of Canadaના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા થઈ હતી. Vibrant Gujarat Global Summit 2027માં ભાગ લેવા માટે વૈશ્વિક ઉદ્યોગકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.


Vibrant Gujarat 2027 માટે તૈયારી

મુખ્ય સચિવ M K Dasના જણાવ્યા મુજબ પ્રવાસ દરમિયાન ઉત્પાદન અને Research & Development ક્ષેત્રે ગુજરાતમાં આવવા ઇચ્છતી કંપનીઓ સાથે ચર્ચા થઈ છે. રાજ્ય સરકાર હવે આ મુલાકાતોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં સંભવિત રોકાણ અને ઉદ્યોગ સહયોગમાં ફેરવવા પર ધ્યાન આપશે.



અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: અદાણી એનર્જીએ મેળવ્યો ₹4,700 કરોડનો પ્રોજેક્ટ, મહારાષ્ટ્રને મળશે રિન્યુએબલ વીજળી




Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Ahmedabad Chhapra Special Train

Ahmedabad–Chhapra Special Train: 14 નવેમ્બરે દોડશે અમદાવાદથી છપરા સુધી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Heavy Tourist Rush in Gujarat Destinations

દિવાળી વેકેશનમાં દીવ બન્યું 'મિની ગોવા':દ્વારકા-સોમનાથમાં પણ પ્રવાસીઓનો ધસારો

PM Modi Gujarat Visit

PM Modi Gujarat Visit: PM મોદી 13-14 નવેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

NTC EVENT PROFILE

NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો

 Vibrant Gujarat 2027

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTC digital record

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

Adani Kutch Copper Partners

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Products Price Rise

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ